ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં 10 વર્ષની બાળકીની વિશાળ ઉડાન...કરાટેમાં મેળવ્યો ગોલ્ડ મેડલ - 10-year old girl receives gold medal in Karate

ડીસાઃ પથંકની 10 વર્ષની દીકરીએ કરાટેમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 10 વર્ષની પલકે ગોલ્ડ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. સામાન્ય રીતે છોકરીઓ માર ધાડવાળા સ્પોર્ટસથી દૂર રહે છે. ત્યારે આ નાની બાળકીએ કરાટેમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે.

ડીસામાં 10વર્ષની બાળકીએ કરાટેમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

By

Published : Aug 22, 2019, 6:32 PM IST

તાજેતરમાં પાલનપુર ખાતે કરાટેની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પલકે રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ પલક આણંદ ખાતે રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ભાગ લીધો. ત્યાં સુવર્ણ ચંદ્રક મેળવી સાહસનો પરચો કરાવ્યો હતો. આગામી સમયમાં પલક ગોવા ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં ભાગ લેવા માટેની તૈયારી કરી રહી છે.

ડીસામાં 10વર્ષની બાળકીએ કરાટેમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

પલકનું સપનું છે કે,તે રાષ્ટ્રીય કક્ષાએ પણ સુવર્ણ ચંદ્રક જીતે. તેની માટે તે રાતદિવસ મહેનત કરી રહી છે. નાની ઉંમરમાં બુલંદ હોંસલા ધરાવતી પલક આજે કરાટેમાં મહારત હાંસલ કરી ચૂકી છે. ટૂંક સમયમાં જ પલક બ્લેક બેલ્ટ મેળવવા માટેની તૈયારીઓ કરશે. હાલ, પલક તેની નાની બહેનને કરાટેની તાલીમ આપી રહી છે.

છોકરીઓને જો ઊડવા આકાશ આપવામાં આવે તો તેમની ઊડાનને કોઈ આંબી શકતું નથી. બસ તેમને આઝાદ કરવાની જરૂર છે. પલક જેમ આજે સફળતાની સર કરી રહી છે. તેમ આવી અનેક દીકરીઓ જે સામાજિકવાડામાં બંધાઈ રહી છે. તે તમામ આવી ઊડાન ભરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details