બનાસકાંઠાઃ જિલ્લામાં લક્ષણો ધરાવતાં અને અસરગ્રસ્ત હોય તેવા લોકોના પોઝિટિવ રિપોર્ટ તો આવી શકે છે. જોકે રેન્ડમલી એટલે કે અણધાર્યા સેમ્પલ લેતાં સૌથી મોટી વાત સામે આવી છે. વડગામ તાલુકાના અલગ અલગ ગામની એકસાથે 10 સગર્ભા માતાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક જન્મે તે પહેલાં કોરોના આવતાં પરિજનોમાં પણ ફફડાટ ફેલાયો છે. સગર્ભાને અત્યંત કાળજીપૂર્વકના દિવસો દરમ્યાન કોરોના થયો હોય તમામ પરિવારોના પગ તળે જમીન ખસી ગઈ છે.
બનાસકાંઠાના વડગામની 10 સગર્ભાને લક્ષણો ન હોવા છતાં કોરોના પોઝિટિવ - latest news of banaskatha
લોકડાઉન 4 માં બજારો ખુલતાની સાથે જ બનાસકાંઠામાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં વડગામ તાલુકામાં સેમ્પલ લેતાં એકસાથે 10 સગર્ભા માતાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. વળી કોઇ લક્ષણો અને ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે.
બનાસકાંઠાના વડગામની 10 સગર્ભાને લક્ષણો ન હોવા છતાં કોરોના પોઝિટિવ
હવે માતા અને જન્મ લેનાર બાળકને કોરોના મુક્ત કરવા સૌથી વધુ મહત્વનું બન્યું છે. એકસાથે 8 ગામની કુલ 10 સગર્ભાને લક્ષણો ન હોવાં છતાં કેવી રીતે કોરોના આવ્યો તે તપાસનો વિષય બન્યો છે. આરોગ્ય વિભાગે સગર્ભા મહિલાની વિગતો મેળવવા કવાયત હાથ ધરી છે. આ તરફ ડીસામાં તાજી જન્મેલી બાળકીને કોરોના પોઝિટિવ આવતાં માતા પિતા માટે મુશ્કેલ ભરી નોબત આવી પડી છે.