માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક યુગલના પ્રેમ પ્રકરણે ચર્ચા જગાવી હતી. એક યુવક યુવતીના પ્રેમમાં એટલી હદે ડૂબી ગયો કે, તેણે પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી દીધું છે. એટલું જ નહીં યુવક યુવતીના ઘરે પહોંચી હંગામો મચવાવતા આજુબાજુમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રેમમાં ગાળાડુબ યુવકને યુવતીની બેવફાઈ સહન ન થતા પાગલ બની ગયો છે. યુવકે યુવતીના ઘરે જઈ યુવતીને મળવવાની જીદ પકડી હતી અને હંગામો મચાવ્યો હતો. જો કે, યુવતીના પરિવારે તરત જ 181 અભયમ હેલ્પ લાઈન પર કોલ કરતા અભયમની ટીમ તાબડતોબ ગામમાં પહોંચી ગઇ હતી અને પ્રેમમાં પાગલ બનેલા યુવકને સમજાવવાનો અથાગ પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં પ્રેમી યુવક યુવતીને મળવવાની જીદ યથાવત રાખતા યુવકને ઝડપી માલપુર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો હતો.
અરવલ્લીના માલપુરમાં યુવતીના પ્રેમમાં યુવકે માનસિક સંતુલન ગુમાવ્યું - 181 અભયમની ટીમ
અરવલ્લીઃ જિલ્લાના માલપુર ગ્રામ્ય વિસ્તારમાં એક યુવકે યુવતીના પ્રેમમાં માનસિક સંતુલન ગુમાવી દીધુ છે. આ યુવકે પ્રેમિકાના ઘરે આતંક મચાવતા 181 અભયમની ટીમની મહિલાઓ યુવતીની મદદે પહોંચી હતી. આ વીડિયો અભયમની ટીમ દ્વારા સોશીયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવ્યો છે.
viral video
આ સમગ્ર મામલે માલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. અભયની ટીમ જ્યારે આ યુવકને કાર મારફતે પોલીસ સ્ટેશન લઇ જતી હતી ત્યારે આ યુવક પ્રેમમાં બેવફાઈને મળતા ગમના ગીતો ગાતા જોવા મળી રહ્યો છે. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયા પર વાઈરલ થયો છે.