અરવલ્લીઃ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, આયુર્વેદ ઉપચાર અને યોગએ કોરોના સામેની લડાઇમાં અક્સીર ઇલાજ છે. ત્યારે મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને કાયમી યોગ સાથે આયુર્વેદ ઉકાળાનો ઉપયોગ કરી નિરામય બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
મોડાસા કોવિડ હોસ્પિટલના કોરોનાગ્રસ્ત દર્દીએ કર્યા યોગ - Yoga will defeat Corona campaign
કોરોના સામેની લડાઇને વધુ મજબૂત બનાવવા રાજય સરકારે યોગ કરીશુ કોરોનાને હરાવીશુ અભિયાન શરૂકરવામાં આવ્યુ છે. જેથી અરવલ્લી જિલ્લામાં મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને કાયમી યોગ સાથે આયુર્વેદ ઉકાળાનો ઉપયોગ કરી નિરામય બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
કોરોના સામેની લડાઇને વધુ મજબૂત બનાવવા રાજય સરકારે યોગ કરીશુ કોરોનાને હરાવીશુ અભિયાન દ્વારા તમામ લોકોને યોગમાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેથી રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે યોગ અસરકારક માધ્યમ છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા મોડાસાના વિવેક તુલસીયા કહે છે કે, કોવિડ હોસ્પિટલમાં સવારે યોગ કરાવવાથી દર્દીઓની રોગપ્રતિકાર શક્તિ સાથે તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.
આ સાથે આયુર્વેદિક ઉકાળો પણ કોરોના સામેની લડાઇમાં અસરકારક પુરવાર થાય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ કોરોનાનો વ્યાપ વધતા 197 થી વધુ લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. જોકે તેમાંથી 130 થી વધુ લોકોને સ્વસ્થ્ય થતા ઘરે મોકલવામાં આવ્યા છે. હાલ મોડાસા હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 40થી વધુ દર્દીઓને યોગએ નિત્યક્રમ બની ગયો છે.