ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં વરસાદ પાછો ખેંચાતા મગફળીના પાકમાં ઈયળનો ઉપદ્રવ

અરવલ્લીઃ જિલ્લામાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. આ સાથે વરસાદ પાછો ખેચાતા મગફળીના પાકમાં ઈયળનો ઉપદ્રવ પણ વધવા લાગ્યો છે, જેથી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે .

arl

By

Published : Jul 18, 2019, 5:35 PM IST

અરવલ્લી જિલ્લાના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ મેઘરાજા હાથતાળી આપી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતામાં મુકાઈ ગયા છે . ખેડૂતોએ મગફળી જેવા મોંઘા બિયારણ વાવ્યા છે, પરંતુ પુરતા વરસાદના અભાવે આ પાકમાં ઈયળનો ઉપદ્રવ થવા લાગયો છે.

વરસાદ પાછો ખેંચાતા મગફળીના પાકમાં ઇયળનો ઉપદ્રવ

ખેડૂતોનું માનીએતો લીલી ઈયળ મગફળીના પાનને નષ્ટ કરી નાખે છે અને મગફળીનો છોડ સુકાઈ જાય છે. મોંઘા ભાવનું બિયારણ લાવી ખેડૂતોએ મગફળીની વાવણી કરી તો છે. પણ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો ચીંતામાં મુકાઈ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details