અરવલ્લીમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત 'કાંગારૂ મઘર કેર' કાર્યકમ યોજાયો - મોડાસા
અરવલ્લીઃ વિશ્વ સ્તનપાન સપ્તાહ તારીખ ૧લી ઓગષ્ટ થી ૭મી ઓગષ્ટ-૨૦૧૯ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં દરેક સરકારી સંસ્થાઓ ખાતે ‘’કાંગારૂ મઘર કેર કોર્નર’’ ઉભા કરવાના આયોજનના ભાગરૂપે જિલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન મુજબ મોડાસા ખાતેની ર્ડા.રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ,મોડાસા ખાતે ‘’કાંગારૂ મઘર કેર કોર્નર’’ આર.સી.એચ.અઘિકારી,અરવલ્લી તેમજ તાલુકા આરોગ્ય અઘિકારી,મોડાસાની રાહબરી હેઠળ બનાવવામાં આવેલ જેનો ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અરવલ્લીમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી’’ અંતર્ગત કાંગારૂ મઘર કેર કાર્યકમ યોજાયો
સરદાર ૫ટેલ સહભાગી જળ સંચય યોજનાના અધ્યક્ષ, સરદારસિંહ બારૈયાના વરદ હસ્તે કાંગારૂ મઘર કેર કોર્નર રૂમનું રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અરવલ્લી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, અરવલ્લી, જિલ્લા વિકાસ અઘિકારી હર્ષિત ગોસાવી, તથા જિલ્લાકક્ષાના તમામ અઘિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.