મોડાસા : કોરાના વાઇરસને લઈને માસ્કની અછત વર્તાઈ રહી છે, ત્યારે મોડાસામાં સામાજિક સંસ્થાઓ દ્રારા સરકારી કર્મચારીઓને માસ્ક બનાવાનું કામ કરવામાં આવી રહ્યું છે .
સામાજિક સંસ્થાઓની મહિલાઓએ સરકારી કર્મચારીઓ માટે માસ્ક બનાવ્યા - coronavirus
મોડાસામાં એક સામાજિક સંસ્થામાં મહિલાઓ દ્વારા માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. પાંચ મહિલાઓ દ્વારા રોજ 50 માસ્ક બનાવી કુલ 250 તૈયાર થાય છે, ત્યારબાદ મહિલાઓ દ્વારા આ માસ્કનું વિતરણ કરવામાં આવે છે.
![સામાજિક સંસ્થાઓની મહિલાઓએ સરકારી કર્મચારીઓ માટે માસ્ક બનાવ્યા modasa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6585642-301-6585642-1585481046985.jpg)
કોરોના વાઇરસને લઈને માસ્કની અછત સર્જાઈ છે, ત્યારે મોડાસા નગરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્રારા માસ્ક બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં મહિલાઓ દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે. મોડાસા નગરમાં ગાયત્રી ચરિટેબલ ટ્રસ્ટની મહિલાઓ દ્રારા અત્યાર સુધીમાં બે હજાર જેટલા માસ્ક બનાવવામાં આવ્યા છે. મોડાસા નગરમાં અરવલ્લી જિલ્લા પોલીસ કચેરી, આરોગ્ય વિભાગ તેમજ મેડિકલ સ્ટોરના વેપારીઓને માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
નહિ નફો નહિ નુકશાનના આશય સાથે આ રાષ્ટ્રિય આપદામા લોકોને સહકારની ભાવના આ મહિલાઓ દ્રારા માસ્ક બનાવી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંસ્થાની પાંચ મહિલાઓ માસ્ક બનાવવાની કામગીરીમાં જોતરાયેલા છે. જેમાં દરેક મહિલા પચાસ જેટલા એમ કુલ પાંચ મહિલાઓ દિવસના 250 જેટલા માસ્ક બનાવી સેવાનું કાર્ય કરી રહી છે.