ગુજરાત

gujarat

ETV Bharat / state

ટોઈંગ કરેલા વાહનો છોડાવવા મહિલાઓ બની રણચંડી, જુઓ વીડિયો

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રોડ પર પાર્કિંગ કરેલા વાહનો ટોઈંગ થઈ જતા હતાં, જેથા લોકો પરેશાન થઈ ગયા હતાં. જો કે, 2 મહિલાઓના ટુ-વ્હીલર ટોઈંગ થઈ જતા મહિલાઓ પોતાના વાહન છોડાવવા રણચંડી બની હતી.

By

Published : Feb 16, 2020, 9:51 AM IST

aa
ટોઈંગ કરેલ વાહનો છોડાવવા મહિલાઓ બની રણચંડી

અરવલ્લીઃ મોડાસા નગરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા રોડ પર આવેલ વાહનો ટોઈંગ કરવાની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે. જો કે, 2 મહિલાઓના ટુ-વ્હીલર ટોઈંગ થઈ જતા મહિલાઓ પોતાના વાહન છોડાવવા રણચંડી બની હતી. નગરના મુખ્ય માર્ગો પર પાર્કિંગ વગર તાણી બંધાયેલા કોમ્પલેક્ષના કારણે ખરીદી કરવા આવતા વાહન ચાલકો આડેધડ પાર્કિંગ કરવા મજબૂર બન્યાં છે.

ટોઈંગ કરેલ વાહનો છોડાવવા મહિલાઓ બની રણચંડી

મોડાસાના શ્યામ સુંદર શોપિંગ સેન્ટર આગળ પાર્ક કરેલા ટુ-વ્હીલર ટ્રેક્ટરમાં નાખતા મહિલાઓ વિફરી હતી અને પોતાના વાહનો પરત કરવાની જીદે ચડી હતી. જો કે, આખરે ટોઈંગવાળાએ વાહન પરત ન કરતા મહિલાઓએ પોતાનું વાહન જાતે જ ઉતારી લીધું હતું. એક કલાકની તુ... તું...મેં.... મેં....ની ઘટના જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતાં. આ બબાલ વચ્ચે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

ABOUT THE AUTHOR

...view details