અરવલ્લીઃ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લોમાં મહિલા શક્તિકરણ પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં શનિવારે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઉજવવામાં આવ્યું હતુ. જેમાં મહિલાઓને શારીરીક સ્વચ્છતા અને સ્વસ્થતા વિષે માર્ગદર્શન આપવામં આવ્યુ હતું.
મોડાસા ખાતે મહિલા શક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરાઇ - Sarvodaya Nagar of Modasa
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લોમાં મહિલા શક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરાવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ અભયમ મહિલા હેલ્પલાઇન અને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઉજવવામાં આવી હતી.
અરવલ્લીના મોડાસા ખાતે મહિલા શક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરાઇ
અરવલ્લી જિલ્લના મોડાસાના સર્વોદય નગર ડુંગળી વિસ્તારમાં જઈને મહિલાઓને સ્વચ્છતાથી સ્વસ્થતાનું સમન્વ કેવી રીતે જાળવી શકાય તે માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મહિલાઓને ઇમ્યુનિટી ટેબલેટ અને સેનેટરી પેડનું વિતરણ કરીને બહેનોમાં સ્વચ્છતાની કાળજી લેવા માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.