અરવલ્લી: CID ક્રાઇમ ગૌતમ પરમારના વડપણ હેઠળ આ મામલે વધુ તપાસ માટે સી.આઇ.ડી ક્રાઇમ અને એફ.એસ.એલ.ની ટીમે સાયરા ગામે પહોંચી ઘટના સ્થળનું પૃથ્થકરણ કર્યું હતું. આ લટકતી હાલતમાં મળેલા યુવતીના મૃતદેહને ડમી બનાવી સમગ્ર ઘટનાનું રિકન્સટ્રકસન કરી વૈજ્ઞાનિક ઢબે પુરાવા પ્રાપ્ત કરવા ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
મોડાસા યુવતી અપમૃત્યુ કેસઃ સાક્ષીઓના નિવેદન લેવાયા
અરવલ્લી જિલ્લાના મોડાસાના એક ગામની 19 વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ કેસની CID ક્રાઇમ તપાસ કરી રહી છે. આ સમગ્ર મામલે નિર્મલ સોસાયટી દ્વારા સાક્ષીઓને મોડાસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ તમામ સાક્ષીઓના IPC કલમ 164 મુજબ ગુપ્તરાહે નિવેદનો પણ લેવામાં આવ્યાં છે.
અરવલ્લી
આ ઘટનાને 2 માસ થવા આવ્યા છે, ત્યારે સાક્ષીઓના નિવેદન તપાસને યોગ્ય દિશા મળશે તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ થઈ છે. જેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જો કે, હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે.