ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદ ખેંચાતા રાજ્યમાં જગતનો તાત પરેશાન - Aravalli

અરવલ્લી: સમગ્ર રાજ્યમાં વરસાદે પાછીપાની કરી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ શરૂઆતમાં વરસાદ બાદ છેલ્લા પંદર દિવસ સુધી વરસાદ ન થયો હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક બાજુ વરસાદે વિરામ લીધો છે અને બીજી બાજુ જળાશયમાંથી સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે.

સ્પોટ ફોટો

By

Published : Jul 18, 2019, 1:29 PM IST

ઉત્તર ગુજરાતમાં વરસાદે જે પ્રમાણે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્યારબાદ જાણે મેઘરાજા અલોપ થઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય ત્રણ જળાશયો વાત્રક, માઝૂમ અને મેશ્વોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ હોય તેવું લાગી રહ્યું છે. જળાશયોમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો તો છે પણ સિંચાઇ માટેનું પાણી બિલકુલ ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

વરસાદ ખેંચાતા ધરતીનો તાત મુશ્કેલીમાં

એક તરફ જળાશયોના તળિયા ઝાટક થયા છે તો બીજી બાજુ ખેડૂતોનો પાક નાશ થવાની આરે છે .જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખવો જરૂરી છે. જેના કારણે સિંચાઈનું પાણી આપી શકાતું નથી. સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોએ વાવેલ મગફળી કપાસ તેમજ મકાઈ જેવા પાકો નાશ થવાની આરે આવી ગયા છે.

શરૂઆતના વરસાદ બાદ ખેડૂતોને વધુ વરસાદની આશા હતી. તેથી મોંઘા બિયારણ લાવી વાવ્યા હતા. પરંતુ ખેડુતોની આશા કદાચ ચાર પાંચ દિવસમાં વરસાદ ના પડે તો ઠગારી નીવડે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details