ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં શાળાનો સમય સવારનો કરવા વાલીઓની માગ, કારણ કંઈક આવુ છે! - અરવલ્લી

અરવલ્લીઃ ગુજરાત સહિત દેશભરમાં ચોમાસુ જામ્યુ છે. પરંતુ, અરવલ્લી જિલ્લાના લોકો હજુ પણ ગરમીનો પ્રકોપ વેઠી રહ્યા છે. તે જ કારણથી વાલીઓએ શાળાનો સમય સવારનો કરવાની માગ કરી છે.

અરવલ્લીમાં શાળાનો સમય સવારનો કરવા વાલીઓની માગ, કારણ કંઈક આવુ છે!

By

Published : Jul 25, 2019, 3:40 AM IST

ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થયા પછી અરવલ્લી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. મેઘરાજા માત્ર ડોકિયુ કરીને ગાયબ થઈ ગયા છે. જેના કારણે છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં અસહ્ય બફારો થઈ રહ્યો છે. આ આકરા ઉકળાટના કારણે જનજીવન પર ખુબ માઠી અસર પડી છે. બફારાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેથી મોડાસા શહેરની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળે તે માટે શાળાનો સમય સવારની કરવાની માગ કરવામાં આવી હતી .

અરવલ્લીમાં શાળાનો સમય સવારનો કરવા વાલીઓની માગ, કારણ કંઈક આવુ છે!
કેટલીક શાળઓમાં વાલીઓએ હોબાળો મચાવી આચાર્યને ઉગ્ર રજુઆત કરી હતી. કેટલાક વાલીઓએ બપોરની સ્કૂલ હોવાથી અસહ્ય ગરમીથી વિદ્યાર્થીઓની તબિયત પણ લથડી હોવાનું જણાવ્યું હતું . આ અંગે પ્રાથમીક શિક્ષણ સંધે પણ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને શાળાનો સમય સવારનો કરવાની માગ કરી હતી. ગરમીના કારણે અરવલ્લીમાં પાક ઉપર તો વિપરીત અસર પડી જ છે. પરંતુ, સૌથી વધારે કફોડી હાલત શાળામાં અભ્યાસ કરતાં બાળકોની થઈ છે. આ અંગે હવે શિક્ષણ અધિકારીએ નિર્ણય લેવાનો છે. વાલીઓ આશા રાખી રહ્યા છે કે વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણવિભાગ હકારાત્મક નિર્ણય લેશે.

ABOUT THE AUTHOR

...view details