ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી માર્કેટ યાર્ડમાં ઘઉંની હરાજી લોકડાઉન 3.0માં બંધ - latest news of coronavirus

અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝીટિવ કેસમાં ઉછાળો આવતા જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડ ઘઉંની હરરાજી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.

અરવલ્લી માર્કેટ યાર્ડમાં ઘઉંની હરાજી લોકડાઉન 3.0 સમય સુધી બંધ
અરવલ્લી માર્કેટ યાર્ડમાં ઘઉંની હરાજી લોકડાઉન 3.0 સમય સુધી બંધ

By

Published : May 7, 2020, 3:04 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસમાં ઉછાળો આવતા જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડ ખાતે ઘઉંની હરરાજી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.

આ અંગે મોડાસા માર્કેટ યાર્ડના ચેરમેન શામળભાઇ પટેલે જણાવ્યુ હતું કે, જિલ્લામાં બુધવારની સાંજે એકાએક 25 કોરોના પોઝીટીવ દર્દીઓ અને મોડાસામાં પાંચ દર્દીઓ નોંધાતા હવે તકેદારીના ભાગરૂપે માર્કેટયાર્ડમાં ઘઉંની હરરાજી પર લોકડાઉન 3.0ના સમય સુધી રોક લગાવવામાં આવી છે.

અરવલ્લી માર્કેટ યાર્ડમાં ઘઉંની હરાજી લોકડાઉન 3.0 સમય સુધી બંધ
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસથી મોડાસા માર્કેટ યાર્ડમાં ઘઉંની હરરાજી કરવામાં આવતી હતી . જેમાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલા 50 ખેડુતોને હરરાજી માટે મેસેજ મોકલી બોલાવવામાં આવતા હતા. જેથી મંદી અને કોરોનાના સમયે ખેડૂતોને આંશિક રાહત હતી. હવે હરરાજી બંધ થતા ખેડુતો ખાનગી મીલ માલિકોને ઓછા ભાવે અનાજ વેચવા મજબૂર થશે તેવુ લાગી રહ્યુ છે.

અત્રે નોંધનીય છે કે, મોડાસા માર્કેટ યાર્ડ સંકુલમાં કરીયાણાની દુકાનો પણ આવેલી છે. જ્યાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે, જે અંગે હજુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details