ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાણીની ટાંકી સાફ કરાઇ - Aravalli District Health Department

અરવલ્લી જિલ્લામાં ચોમાસા પૂર્વે પાણીજન્ય રોગચાળાથી બચી શકાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી છે. તેની સાથે પાણી પુરવઠા વિભાગે પણ જિલ્લામાં પાણીના મુખ્ય સ્ત્રોતની સફાઇ કરી લોકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડી રહ્યા છે.

અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાણીના ટાંકીની સફાઇ કરાઇ
અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાણીના ટાંકીની સફાઇ કરાઇ

By

Published : Jul 8, 2020, 9:23 PM IST

અરવલ્લી: જિલ્લાના ગ્રામિણ અને આદિજાતિ વિસ્તારોમાં લોકોને ઘર આંગણે નળ કનેકશનથી પાણી મળી રહે તે, માટે 'નલસે જલ' યોજના અંતર્ગત પીવાના પાણીની 990 યોજનાઓ થકી ઘરે-ધરે પાણી પહોંચાડવાનું આયોજન હાથ ધરાયું છે.

અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાણીના ટાંકીની સફાઇ કરાઇ

જેના પાણીના મુખ્ય સ્ત્રોત સંપ, બોરવેલ તેમજ હેન્ડપંપ અને ઓવર હેડ ટાંકીઓ છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગચાળાની અસરમાં ન આવે તે માટે, જિલ્લાના પાણી પુરવઠા વિભાગે તાલુકાઓમાં હયાત 46 સ્ત્રોતની સફાઇ કરી છે.

અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાણીના ટાંકીની સફાઇ કરાઇ

જેમાં બાયડ તાલુકાના 9, ભિલોડાના 9, ધનસુરાના 7, માલપુરના 7, મેઘરજના 7 અને મોડાસાના 7 પાણીના ઓવરહેડ ટાંકીઓ અને સંપની સફાઇ કરી જિલ્લાવાસીઓને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details