ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી કલેક્ટર કચેરી ખાતે મતદાર યાદી સમીક્ષા બેઠક યોજાઇ

અરવલ્લી કલેક્ટર કચેરી ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ -2021 અન્વયે ગુજરાત રોલ ઓબઝર્વર જેનુ દેવનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

અરવલ્લી કલેક્ટર કચેરી ખાતે મતદાર યાદી સમીક્ષા બેઠક યોજાઇ
અરવલ્લી કલેક્ટર કચેરી ખાતે મતદાર યાદી સમીક્ષા બેઠક યોજાઇ

By

Published : Jan 3, 2021, 4:48 PM IST

  • અરવલ્લી કલેક્ટર કચેરી ખાતે મતદાર યાદી સમીક્ષા બેઠક યોજાઇ
  • મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો
  • ગુજરાત રોલ ઓબઝર્વર જેનુ દેવનના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

અરવલ્લીઃ જિલ્લાના કલેકટર કચેરી ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2021 અન્વયે ગુજરાત રોલ ઓબઝર્વર જેનું દેવનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

મતદાર યાદી સુધારણા કામગીરીને બિરદાવાઇ

બેઠકમાં સમીક્ષા કરતાં જેનું દેવને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોઇ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાર યાદીમાં નામ રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવી તથા મતદારનું નામ એક મત વિસ્તારમાંથી બીજા મત વિસ્તારમાં નોંધાય નહી તેનું ધ્યાન રાખવા માટે પી.ડબલ્યુ.ડી વોટરર્સની ખાસ કાળજી રાખી તેને અપંગતા અનુરૂપ મતદાન વખતે મતદાન પર ધ્યાન રાખવા તાકીદ કરી હતી. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં કરેલા મતદાર યાદી સુધારણા કામગીરીને બિરદાવી હતી. કલેક્ટરે સુધારણાલક્ષી કામગીરી બાકી હોય તેને સત્વરે પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા હતા.

સુધારણાલક્ષી કામગીરી બાકી હોય તેને સત્વરે પૂર્ણ કરવા સૂચન

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે કોઇ સુધારણાલક્ષી કામગીરી બાકી હોય તેને સત્વરે પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા હતા. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઇલાબેન આહિરે કરેલી કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી.

ઉચ્ચ અધિકારીઓ રહ્યા હતા ઉપસ્થિત

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર આર.જે. વલવી, મોડાસા પ્રાંત અધિકારી મયંક પટેલ, ભિલોડા, મેઘરજ, મોડાસા, ધનસુરા, બાયડ અને માલપુરના મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details