ગુજરાત

gujarat

ETV Bharat / state

શામળાજીમાં પ્રસાદ ખરીદતા જ યાદ આવી જશે મતદાનની તારીખ, ભક્તિને સંગ જામ્યો ચૂંટણીનો રંગ

અરવલ્લી જિલ્લામાં કોઈ પણ નાગરિક મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી તંત્ર સઘન ઝૂંબેશ (election commission of gujarat) ચલાવી રહ્યું છે. તે અંતર્ગત હવે શામળાજી મંદિરમાં (shamlaji temple aravalli) આવતા દર્શનાર્થીઓને પ્રસાદના પેકેટ પર મતદાન કરવા અંગેની અપીલ કરતું એક સ્ટીકર લગાવવામાં આવ્યું છે.

શામળાજીમાં પ્રસાદ ખરીદતા જ યાદ આવી જશે મતદાનની તારીખ, ભક્તિને સંગ જામ્યો ચૂંટણીનો રંગ
શામળાજીમાં પ્રસાદ ખરીદતા જ યાદ આવી જશે મતદાનની તારીખ, ભક્તિને સંગ જામ્યો ચૂંટણીનો રંગ

By

Published : Nov 23, 2022, 2:47 PM IST

અરવલ્લી જિલ્લામાં આ વખતે ચૂંટણીનો રંગ ભક્તિને સંગ જોવા મળી રહ્યો છે. કારણ કે અહીં ચૂંટણી તંત્ર (election commission of gujarat)મહત્તમ મતદાન થાય તે દિશામાં કામ કરી રહ્યું છે. સાથે જ લોકોને મતદાન અંગે જાગૃત કરી રહ્યું છે. તે અંતર્ગત હવે શામળાજી મંદિરમાં પણ ચૂંટણીમાં (Gujarat Election 2022) મતદાન અંગે જાગૃતિ માટે (voting awareness campaign) નવો પ્રયાસ કરવામાં આવ્યો છે. મંદિરમાં પ્રસાદના બોક્સ પર ચૂંટણીનું મહત્વ સમજાવતા સ્ટીકર લગાવવામાં આવ્યા છે.

પ્રસાદીના પેકેટમાં મતદાનની અપીલ

શામળાજીના પ્રસાદના બોક્સ પર લાગ્યા સ્ટીકરજિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ભારતના એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે ચૂંટણી તંત્ર (election commission of gujarat) દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અન્વયે વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અભિયાન (voting awareness campaign) અન્વયે અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તેમાં શામળાજી મંદિરમાં (shamlaji temple aravalli) આવતા દર્શાનાર્થીઓનાના પ્રસાદ પેકેટ પર “વોટ આપવાનું ભૂલશો નહીં” લખાણ લખેલા સ્ટીકર લગાડવામાં આવ્યા છે.

શામળાજી મેળામાં પણ મતદાન જાગૃતિ અભિયાન યોજાયુંઆ અગાઉ પણ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રિય સંચાર બ્યૂરો, ક્ષેત્રિય કાર્યાલય, પાલનપુર તથા પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ, ગુજરાત દ્વારા શામળાજી મેળામાં (shamlaji temple aravalli) મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત (voting awareness campaign) 5 દિવસીય ફોટો પ્રદર્શન તેમ જ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ મેળામાં આવતા શ્રદ્ધાળુઓને મતદાર જાગૃતિ વિશે (voting awareness campaign) માહિતી આપવામાં આવી હતી. તેમ જ માર્ગદર્શન પૂરું પાડવા માટે વિશેષ મલ્ટિમીડિયા ફોટો પ્રદર્શનની સાથે જનજાગૃતિ રેલી, તજજ્ઞોના વક્તવ્યો, ચિત્ર સ્પર્ધા, સૂત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, પ્રશ્નમંચ સ્પર્ધા, નાગરિકોના પ્રતિભાવો, વયોવૃદ્ધ મતદારોનું સન્માન, મનોરંજક નાટકો સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાગ લેનાર દર્શકોને ઈનામ આપી પુરસ્કૃત કરાયા હતાકેન્દ્રિય સંચાર બ્યૂરો પાલનપુર દ્વારા આ પ્રવૃતિઓમાં ભાગ લેનારા દર્શકોને ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તો મલ્ટિમીડિયા ફોટો પ્રદર્શનમાં લોકોએ મતદાન જાગૃતિ માટેના (voting awareness campaign) વિશેષ સંદેશ રજૂ કરતા ફોટોની સાથે માહિતીસભર વીડિયો સંદેશ પણ મોટી સંખ્યામાં શામળાજીમાં (shamlaji temple aravalli) આવનાર શ્રદ્ધાળુઓએ નિહાળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details