ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં ફરીથી એક વખત સ્વૈચ્છિક લોકડાઉન નિષ્ફળ - Voluntary lockdown

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં કોરોનાના કેસ વધતા વિવિધ વેપારી મંડળો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જેના પગલે બજારોમાં ચહલ-પહલ જોવા મળી હતી.

વેપારી મંડળો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી
વેપારી મંડળો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી

By

Published : Apr 21, 2021, 4:40 PM IST

  • લોકડાઉન મુદ્દે વેપારી મંડળોમાં મત-મતાંતર આવ્યા સામે
  • વેપારી મંડળો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી
  • લોકડાઉનની જાહેરાતને મળ્યો મિશ્ર પ્રતિસાદ

અરલ્લ્લી : છેલ્લા 15 દિવસથી અરવલ્લી જિલ્લાના મોડાસામાં કેટલાક વેપારી મંડળો કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા લોકડાઉનનું આહ્વાન કરી રહ્યા છે. 20 એપ્રિલે જિલ્લા વહિવટી તંત્ર સાથે બેઠક કરી 7 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ બેઠકમાં જોડાયેલા એક મંડળે માત્ર 3 દિવસના લોકડાઉનની જાહેરાત કરતાં વેપારીઓમાં આ મુદ્દે મત-મતાંતર સામે આવ્યા હતા. જેના પરિણામે બુધવારના રોજ સ્વૈચ્છિક લોકડાઉનને નહિવત્ પ્રતિસાદ મળ્યો હતો. મોટા ભાગે બૂક સ્ટોર્સ સિવાયની બધી જ દુકાનો ખુલ્લી જોવા મળી હતી, ત્યારે ફરીથી એક વખત મોડાસામાં સ્વૈચ્છિક લોકડાઉન નિષ્ફળ રહ્યું હતું.

લોકડાઉનની જાહેરાતને મળ્યો મિશ્ર પ્રતિસાદ

આ પણ વાંચો:વલસાડમાં મંગળવારથી શરૂ થયેલા સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ

અગાઉ સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

નોંધનીય છે કે, એક સપ્તાહ અગાઉ મોડાસા નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને નગરના મોટા ભાગના વેપારી મંડળોની બેઠક કરી 7 દિવસ માટે સાંજના 6થી સવારના 6 સુધી સ્વૈચ્છિક લોકડાઉનનું આહ્વાન કર્યુ હતું. જોકે દુકાનદારો એ ધંધા-રોજગાર રાબેતા મુજબ ચાલુ રાખી આહ્વાનને કોઇ જ પ્રતિસાદ આપ્યો ન હતો.

આ પણ વાંચો:જૂનાગઢ માંગરોળમાં સોમવાારથી આંશીક લોકડાઉન

અરવલ્લીમાં કોરોના કેસ

જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી મંગળવારના રોજ કોરોનાના 15 કેસ જાહેર કરવામાં આવ્યા હતા. બિન સત્તાવાર આંકડા મુજબ જિલ્લાનો અત્યાસ સુધી કુલ કોરોના કેસના દર્દીઓનો આંક 1650ને પાર પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details