ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લીધી અરવલ્લીની મુલાકાત - Gujarati News
અરવલ્લીઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાને લઇ આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. શામળાજી મંદિરમાં દર્શન કરી અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અરવલ્લીની મુલાકાતે
ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને ભિલોડાના ધારાસભ્ય ડો.અનિલ જોષીયારા પણ જોડાયા હતા. અમિત ચાવડાએ પત્રકારોને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપે મત માટે ખેડૂતોનો ઉપયોગ કર્યો છે અને વેપારીઓને, ખેડૂતોને લૂંટવાનો છૂટો દોર આપી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો.