ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી: માસ્ક કેમ નથી પહેર્યુ તેમ પૂછતા પોલીસ કોન્સ્ટેબલે ઉશ્કેરાઇને બે થપ્પડ ઝીંકી દીધા - viral videos of arvalli

અરવલ્લીના મોડાસામાં ડુંગરવાડા ચોકડી પર માસ્ક ન પહેરતા લોકો પાસેથી પોલીસ દ્વારા દંડ વસુલ કરવામાં આવી રહ્યો હતો. તે વખતે એક પોલીસકર્મી માસ્ક વગર ઉભા હતા. જેમને રાહદારીએ માસ્કનું પૂછતા તે પોલીસકર્મીએ અપશબ્દો બોલી વીડિયો ઉતારનાર પર હાથ ઉપાડી દાદાગીરી કરી હતી.

માસ્ક કેમ નથી પહેર્યુ તેમ પૂછતા પોલીસ કોન્સ્ટેબલે ઉશ્કેરાઇને બે થપ્પડ ઝીંકી દીધા
માસ્ક કેમ નથી પહેર્યુ તેમ પૂછતા પોલીસ કોન્સ્ટેબલે ઉશ્કેરાઇને બે થપ્પડ ઝીંકી દીધા

By

Published : Dec 7, 2020, 4:56 PM IST

  • મોડાસામાં પોલીસકર્મીની દાદાગીરી
  • માસ્ક કેમ નથી પહેર્યુ તેમ પૂછતા પોલીસ કોન્સ્ટેબલે થપ્પડ ઝીંકી દીધા
    માસ્ક કેમ નથી પહેર્યુ તેમ પૂછતા પોલીસ કોન્સ્ટેબલે ઉશ્કેરાઇને બે થપ્પડ ઝીંકી દીધા

અરવલ્લી: મોડાસાની ડુંગરવાડા ચોકડી પર રવિવારની સાંજે પોલીસે માસ્ક અપ ડ્રાઇવ યોજી હતી. આ દરમિયાન પોલીસે એક વ્યક્તિને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકાર્યો હતો. જો કે ત્યારબાદ આ વ્યક્તિએ માસ્ક ન પહેરલા કોન્સ્ટેબલને જ વીડિયો રેકોર્ડીંગ કરી માસ્ક કેમ નથી પહેર્યુ તે અંગે સવાલ કર્યો હતો. એકાએક રેકોર્ડીંગ થતું જોઇને કોન્સ્ટેબલ પણ અવાક થઇ ગયા હતા પરંતુ થોડી વાર પછી તેમણે રેકોર્ડીંગ કરી રહેલા વ્યક્તિને બે થપ્પડ ઝીંકીં દીધા હતા. ત્યારે સામાન્ય પ્રજા પ્રશ્ન પુછી રહી છે કે શું કાયદા માત્ર પ્રજા માટે છે? શું માસ્ક ન પહેરવા બદલ પોલીસ કોન્સ્ટેબલ પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો? રેકોર્ડીંગ કરી રહેલા વ્યક્તિને મારવાનો અધિકાર પોલીસ કોન્સ્ટેબલને કોણે આપ્યો હતો?

ABOUT THE AUTHOR

...view details