ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસાના સર્વોદયનગરમાં સોશિયલ ડીસ્ટન્સીંગના નિયમનો ભંગ - Sarvodayanagar of Modasa

કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા સામાજીક અંતરની વાતો થઇ રહી છે અને અરવલ્લી જિલ્લા પોલીસ પણ ભીડ ભેગી ન થાય તેથી તમામ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરી રહી છે.

મોડાસાના સર્વોદયનગરમાં સોશિયલ ડીસ્ટન્સીંગના નિયમનો ભંગ
મોડાસાના સર્વોદયનગરમાં સોશિયલ ડીસ્ટન્સીંગના નિયમનો ભંગ

By

Published : Apr 3, 2020, 10:34 PM IST

અરવલ્લીઃ રાજકીય નેતાઓએ તંત્રની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. તેવુ લાગી રહ્યુ છે મોડાસા નગરના સર્વોદય નગર વિસ્તારમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાન નજીક કેટલાક રાજકીય નેતાઓએ ભીડ જમા કરી હતી.

મોડાસાના સર્વોદયનગરમાં સોશિયલ ડીસ્ટન્સીંગના નિયમનો ભંગ

મળતી માહિતી મુજબ રાજકીય નેતાઓ એક લિટર પામોલિન તેલ, મીઠું, મરચું, હળદર અને ચા વેચી રહ્યા હતા. જેના કારણે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને સોશિયલ ડીસ્ટસીંગના નિયમનો ભંગ કર્યો હતો.

સર્વોદય નગરમાં આવેલા નગર પાલિકાના હોલમાં આ ભીડ એકઠી કરવામાં આવી હતી. જ્યારે કેટલાક જાગૃત નાગરીકોએ આ અંગે પ્રશ્ન કર્યો હતો. કલેક્ટરના આદેશ મુજબ રાશન કાર્ડની વસ્તુ વેચવાનું બંધ રાખવાનું છે અને અમારી વસ્તુઓ વેચવાની છે તેમ જણાવ્યુ હતુ. જોકે આ વાત પોલીસ સુધી પહોંચતા તાત્કાલિક ભીડ દૂર કરવામાં આવી હતી . જો કે, આ આયોજકો પર કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોને આશ્વર્ય થયુ હતું.

ABOUT THE AUTHOR

...view details