ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરાવતી થી વૈષ્ણવ દેવી દંડવ્રત: ભક્તે રાખી માનતા - અમરાવતીથી વૈષ્ણવ દેવી દંડવ્રત

અરવલ્લી: સંતાન દરેક માં બાપને જીવ કરતા પણ વ્હાલું હોય છે. વૈષ્ણવ દેવીમાં આસ્થા રાખનાર એક ભક્તના લાડકવાયાને કરન્ટ લાગતા તે મરણ પથારીએ હતો. જો કે, ઈલાજ થતાં તેનો જીવ બચ્યો તેથી આભાર માની મહારાષ્ટ્રના અમરાવતીથી વૈષ્ણવ દેવી સુધી દંડવ્રત કરતા જવાની બાધા માની હતી. હવે તે પૂરી કરી રહ્યાં છે.

Arvalli news
Arvalli news

By

Published : Dec 3, 2019, 11:52 PM IST

ઉપર આભ અને નીચે ધરતી અને તેના ઉપર દંડવ્રત કરતા કરતા ટાઢ તાપ અને માર્ગમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અમરાવતીના દીનદાસ થોરટ સતત ત્રણ માસથી બરછટ રસ્તા પર દંડવ્રત કરી રહ્યા. પોતાના વહાલસોયા દીકરાને વીજ કરન્ટ લાગતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. ઈલાજની સાથે સાથે તેમણે વૈષ્ણવ દેવીની માનતા રાખી હતી કે, જો તમેનો દીકરો સાજો થઈ જાય તો તે દંડવ્રત કરી વૈષ્ણવ દેવી દર્શન કરવા જશે .

અમરાવતીથી વૈષ્ણવ દેવી દંડવ્રત: ભક્તે રાખી માનતા

વૈષ્ણવ દેવી પહોંચતા હજુ દિનદાસને 6 થી 7 માસ લાગશે, પરંતુ એક શ્રદ્ધા જ છે જે તેમના થાકવા દેતી નથી. તેઓ કહે છે કે, તમને આ સફરમાં કોઈ જ પરેશાની નથી. આ પહેલી વખત નથી દિનદાસ દંડવ્રત કરતા વૈષ્ણવ દેવી જઇ રહ્યાં છે. 2001માં તેઓ પત્ની સાથે આજ રીતે માતાના દર્શન કરવા ગયા હતા .

ABOUT THE AUTHOR

...view details