ગુજરાત અંડર-9 રેપિડ ચેસ સ્પર્ધામાં મોડાસાનો વૈદીશ પટેલ પ્રથમ - modasa news today
મોડાસાઃ ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની અંડર-9 રેપિડ ચેસ સ્પર્ધામાં ગુજરાતમાંથી 200થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસાના વૈદીશ કૃપેશ પટેલે રેપિડ ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ચેમ્પિયન એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.
![ગુજરાત અંડર-9 રેપિડ ચેસ સ્પર્ધામાં મોડાસાનો વૈદીશ પટેલ પ્રથમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4063047-659-4063047-1565124493485.jpg)
ગુજરાત અંડર-9 રેપિડ ચેસ સ્પર્ધા
મોડાસાના વૈદીશ કૃપેશ પટેલે ગુજરાત અંડર-9 રેપિડ ચેસ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ચેમ્પિયન એવોર્ડ અંકિત કરતા મોડાસા શહેરનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરતા શહેરીજનો અને જિલ્લાના પ્રજાજનોએ અભિનંદન પાઠવ્યા હતા.