ગુજરાત

gujarat

ETV Bharat / state

'કિસાન સન્માન નિધિ યોજના' હેઠળ અરવલ્લીના 18 હજાર ખેડૂત સહાયથી વંચિત - Gujarati news

અરવલ્લીઃ કેન્દ્ર સરકાર દ્વારા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂતને ત્રણ હપ્તામાં વર્ષે છ હજાર ચુકવવાની જાહેરાત કરાઈ હતી.

અરવલ્લી

By

Published : Jun 2, 2019, 3:19 PM IST

અરવલ્લી જિલ્લામાં આ યોજનામાં કુલ 1,28,549 ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. જેમાંથી 1.5 લાખ ખેડૂતોને બેંક ખાતા મારફતે 21.76 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ ચુકી છે. જો કે, હજુ 18 હજાર ખેડૂતોને હજુ પણ 3.60 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની બાકી છે. આ બાબતે ખેડૂતો પંચાયતના ધક્કાઓ ખાવા પડે છે, પરંતુ આશ્વાસન સિવાય કશું હાથ લાગ્યું નથી.

જો કે, આ અંગેના જવાબદાર અધિકારીઓ જણાવે છે કે, યાંત્રીક ખામીના કારણે આ સમસ્યા સર્જાઇ છે. જે ખેડૂતોના યોજના હેઠળ નાણાં જમા નથી થયા એમાં કેટલાક ખોટા ખાતા નંબર સોફ્ટવેરની ખામી જેવા જુદા-જુદા ટેકનીકલ કારણોસર સહાય ચૂકવી શકાઈ નથી જે માટે કાર્યવાહી ચાલુ છે અને ટૂંક સમયમાં ચૂકવી દેવામાં આવશે.

'કિસાન સન્માન નિધિ યોજના' હેઠળ અરવલ્લીના18 હજાર ખેડૂત સહાયથી વંચિત

સરકારે આ યોજના ખેડૂતો ખાતર અને બિયારણ લાવી શકે તે માટે જાહેરાત કરી હતી. ત્યારે ચોમાસા પહેલા તેમના ખાતામાં નાણાં જમાં થાય તેવુ ખેડૂતો ઇચ્છી રહ્યા છે .

ABOUT THE AUTHOR

...view details