- જિલ્લા બાળ સુરક્ષા અને શ્રમ વિભાગની કામગીરી
- બન્ને બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવીને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલવામાં આવ્યા
- આલમપૂર ગામ નજીક બે બાળ મજૂરોને માલધારીઓના ચંગુલમાંથી છોડાવ્યાં
અરવલ્લીઃઅરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે દરોડા પાડીને મોડાસા તાલુકાના આલમપુર ગામ નજીક રહેતા હીરાભાઈ નાગજીભાઈ ભારવાડ નામમાં માલધારી પરિવારના ત્યાંથી મજૂરી કરતા બે બાળકોને મુક્ત કરાવ્યા હતા. જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે ખાનગી બાતમીના આધારે કોલીખડ ગામની સીમમાં છાપો માર્યો હતો, જ્યાં મજૂરી કરતા બે બાળકોને મુક્ત કરાયા હતા. જેમાં એક 12 વર્ષનો છોકરો પાવાગઢ દેવરિયાનો વતની છે, જ્યારે બીજો 14 વર્ષનો છોકરો મહીસાગર જિલ્લાના ચકલીયા ગામનો વતની છે. બન્ને બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવીને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને મજૂરી કરાવનાર બે શખ્સો સામે મોડાસા ટાઉન પોલીસ મથકે મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરત બાદ અમદાવાદમાં 9 બાળમજૂરને કરાયા મુક્ત
ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ