માલપુરઃ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના હેલોદર ગામે 14 ઓગષ્ટની રાત્રી દરમ્યાન વિક્રમભાઈ અને મનુભાઈ નામના પિતરાઈ ભાઈઓ કોઈક ને મળવા ગયા હતા. જોકે થોડીવારમાં બન્નેના મોબાઇલ સ્વીચ ઓફ જણાતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. 15 ઓગષ્ટની વહેલી સવારે ગામની સીમમાંથી બન્ને પિતરાઈ ભાઈઓના મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઇ હતી.
અરવલ્લીના હેલોદરમાં બે પિતારાઇ ભાઇઓની હત્યા થતા ચકચાર - અરવલ્લી
અરવલ્લીના માલપુર તાલુકાના હેલોદર ગામના બે પિતરાઈ ભાઈઓની કરપીણ હત્યા થતા ચકાચાર મચી હતી. ગામની સીમમાંથી બે પિતરાઈ ભાઈઓના મૃતદેહ મળી આવતા જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

અરવલ્લીમાં બે પિતારાઇ ભાઇઓની હત્યા થતા ચકચાર
અરવલ્લીના હેલોદરમાં બે પિતારાઇ ભાઇઓની હત્યા થતા ચકચાર
ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોચી ઝીણવટભરી તપાસ હાથધરી હતી. ઘટનાની વાત વાયુ વેગે પ્રસરતા માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને વર્તમાન ધારાસભ્ય જશુભાઈ પટેલ પણ ઘટના સ્થળે પહોચ્યા હતા. બે પિતરાઈ ભાઈઓની એકી સાથે હત્યા થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા.