અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મોડાસાના નવા માર્કેટયાર્ડમાંથી શનિવારના રોજ સિરાજ બ્રધર્સ નામની દુકાનના માલીકે દુકાનની બહાર મુકેલી અનાજની બોરીઓમાંથી આઠ બોરીઓ ગાયબ થઇ હતી. દુકાનદારે માર્કટયાર્ડના સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા સમગ્ર ચોરીની ઘટના કેમરા કેદ થઈ ગઈ હતી.
મોડાસા માર્કેટયાર્ડમાંથી ઘઉંની ચોરી કરનારા બે શખ્સો ઝડપાયા
અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડમાં કેટલાક દિવસ અગાઉ ઘઉંની ચોરી થઇ હતી. વેપારીએ તેની દુકાન આગળ મુકેલી ઘઉંની 8 બોરી ગાયબ થઇ હતી. માર્કેટયાર્ડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરતા તેમાં એક રિક્ષામાં બે શખ્શો બોરી ઉઠાવી લઇ જતા જણાયા હતા. મોડાસા ટાઉન પોલીસને જાણ કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી ફુટેજના આધારે મોડાસા ટાઉન પોલીસે રિક્ષા સાથે ચોરી કરનાર બે ચોરને ઝડપી લીધા છે.
મોડાસા માર્કેટયાર્ડમાંથી ઘઉંની ચોરી કરનારા બે શખ્સો ઝડપાયા
આ અંગે પોલીસ ફરીયાદ કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં બે શખ્શો ઘઉંની બોરી રિક્ષામાં ઉઠાવી જતા ફુટેજમાં દેખાયા હતા. પોલીસે ચોરી કરવામાં વપરાયેલ રિક્ષાની નિશાનીઓના આધારે ચોરનું પગેરૂ મેળવ્યું હતું અને બે ચોરને ઝડપી પાડ્યા હતા.
પોલીસે મોડાસાના રહેવાસી અબ્દુલ કરીમ મુલતાની અને યુનુસ અનવર ભટ્ટીને ઝડપી લઈ રૂ. 10,000ની કિમંતના આઠ ઘઉંના કટ્ટા તથા રિક્ષા મળી કુલ.રૂપિયા 90 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.