ગાડીમાં બનાવેલા ચોરખાનામાં દારૂની હેરાફરી કરતાં બે ઇસમો ઝડપાયાં - Arvalli Crime
અરવલ્લી જિલ્લાના ભીલોડાના ટાકાટૂકા ગામમાં પોલીસે એક ઇકો ગાડીની તલાશી લીધી હતી. ગાડીમાં બનાવેલા ચોરખાનામાંથી પોલીસને દારૂની બોટલ્સ મળી આવતાં કારચાલક અને અને અન્ય એક આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
![ગાડીમાં બનાવેલા ચોરખાનામાં દારૂની હેરાફરી કરતાં બે ઇસમો ઝડપાયાં ગાડીમાં બનાવેલ ચોરખાનામાં દારૂની હેરાફરી કરતાં બે ઇસમો ઝડપાયાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8774109-thumbnail-3x2-liquor-gj10013.jpg)
ગાડીમાં બનાવેલ ચોરખાનામાં દારૂની હેરાફરી કરતાં બે ઇસમો ઝડપાયાં
ભીલોડાઃ અરવલ્લી જિલ્લાની ભીલોડા પોલીસ બાતમીના આધારે પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટોરડા ગામ તરફથી આવતાં વાહનોના ચેકિંગ દરમિયાન ટાકાટૂકા ગામે એક ઇકો ગાડી ઉભી રાખી તલાશી લીધી હતી. પોલીસને ગાડીની અંદરથી કંઇ જ ન મળ્યું ન હતું. જો કે, ચાલક અને તેની સાથે બેઠલી અન્ય વ્યક્તિની આગવી ઢબે પૂછપરછ કરતાં ગાડીચાલકે ઇકો ગાડીની પાછળના ભાગે બનાવેલા ચોરખાનામાં દારૂ હોવાનું જણાવ્યું હતું. ચોરખાનામાં તપાસ કરતાં તેની અંદરથી રૂપિયા 36,400ની કિંમતની 80 દારૂની બોટલ્સ મળી આવી હતી.
ગાડીમાં બનાવેલ ચોરખાનામાં દારૂની હેરાફરી કરતાં બે ઇસમો ઝડપાયાં