અરવલ્લીઃ મોડાસાના સાયરા (અમરાપુર) ૧૯ વર્ષીય યુવતીના અપમૃત્યુના કેસમાં CID ક્રાઈમે કોર્ટમાં ખુલાસો કર્યો હતો કે, પીડિત યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ, અપહરણ કે હત્યા અંગેના કોઈપણ પ્રકારના પૂરાવા મળ્યા નથી. જેથી ત્રણ પૈકીના બે આરોપીઓ દર્શન ભરવાડ અને જીગર પરમારને ક્લીનચીટ આપી હતી. CID ક્રાઈમની ક્લીનચીટના ૨૦ દિવસ પછી ડીસ્ટ્રીક કોર્ટે દર્શન ભરવાડ અને જીગર પરમારની “વર્ગ-સી” સમરી મંજૂર કરવાનો હુકમ કરી બંનેને જેલ મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.
મોડાસા યુવતિ અપમૃત્યુ મામલે બે આરોપીઓને ક્લીનચીટ - Arvalli Jail
કોરોના વાઇરસના કહેર વચ્ચે મોડાસામાં યુવતિના અપમૃત્યુ બાબતે બે આરોપીઓને ક્લીનચીટ મળતાં જેલ મુક્ત કરવામાં આવ્યા છે.
મોડાસા યુવતિ અપમૃત્યુ મામલે બે આરોપીઓને ક્લીનચીટ મળતા જેલમુક્ત કરાયા
જે બાદ મોડાસા સબજેલના જેલરને બંનેની બીજા કોઈ ગુનામાં કામે જરૂર ન હોયતો તાત્કાલિક જેલ મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.