અરવલ્લીઃ ચીન અને ભારત વચ્ચે તણાવના પગલે ભારતના 20 જવાનો શહિદ થયા છે, ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ એ વીર ગતી પામેલા જવાનોને શ્રદ્વાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોડાસા તેમજ બાયડના ધારાસભ્યો અને કોંગ્રેસના કાર્યકરોએ શહિદોની આત્માની શાંતિ માટે બે મીનીટ મૌન પાળ્યુ હતું.
અરવલ્લી કોંગ્રેસે સરહદ પર શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી - કોંગ્રેસે સરહદ પર શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી
- કોંગ્રેસના કાર્યકરોએ શહિદોની આત્માની શાંતિ માટે બે મીનીટ મૌન પાળ્યું
- કાર્યકરોએ એક સુરમાં ચીને કરેલા હુમલાને વખોડી કાઢ્યો
- એકતા તેમજ તાકાતનો પરચો બતાવવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો
ભારત અને ચીનની સરહદ પર ચીની સૈનિકોનો બહાદુરીથી સામનો કરતાં કરતાં ભારતનાં 20 જવાનો શહિદ થયા છે. આ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા સૌ પ્રથમ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું, ત્યારબાદ મીણબત્તી પ્રગટાવી અને પુષ્પ અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
તમામ કોંગ્રેસના નેતા તથા કાર્યકરોએ એક સુરમાં ચીને કરેલા હુમલાને વખોડી કાઢી, ઇટનો જવાબ પથ્થરથી આપી આપણા દેશની સંપ્રભુતા અને એકતા તેમજ તાકાતનો પરચો બતાવવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.