અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મહાદેવ ગ્રામ બાકરોલ ખાતે આવેલા મહાત્મા ગાંધી સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ ચૌહાણ, સામાજિક કાર્યકર્તા નિલેષ જોશી, હિમાંશુ વ્યાસ સહિત વિવિધ સંસ્થાઓના સદસ્યો જોડાયા હતા. સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ગાંધીજીને તેમના નિર્વાણ દિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
અરવલ્લીમાં ગાંધી સ્મારક ખાતે ગાંધી નિર્વાણ દિને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો - Mini Rajghat
મિનિ રાજઘાટ તરીકે ઓળખાતા અરવલ્લી જિલ્લાના મહાદેવ ગ્રામ બાકરોલ ખાતે આવેલા મહાત્મા ગાંધી સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીજીના નિર્વાણ દિને બાકરોલ ગામ ખાતે ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડાસા તાલુકા સહિત આસપાસના વિસ્તારના લોકો જોડાયા હતા અને ગાંધીજીને તેમના નિર્વાણ દિને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગાંધી નિર્વાણ દિન
ગાંધીના અવસાન બાદ ગૌરી શંકર જોષી દ્વારા બાપૂના અસ્થિઓને દિલ્હીથી અમદાવાદ અને અમદાવાદથી મહાદેવ ગ્રામ ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં ઝૂમણ અને મેશ્વો નદીના સંગમ પર ગાંધીજીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને ગાંધીજીની યાદમાં નાની ડેરી બનાવવામાં આવી હતી. જેથી આ વિસ્તાર મિનિ રાજઘાટ તરીકે ઓળખાય છે.