ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં આદિવાસી સમાજે ધરણાં યોજી આવેદનપત્ર આપ્યું - Applied Letter

આદિવાસી સમાજે ખોટા પ્રમાણપત્રો અંગેની તેમની લડતને વધુ વેગ આપ્યો છે. આદિવાસી સમાજ દ્વારા ગામડે-ગામડે અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે. જેમાં આદિવાસી સાંસદ, ધારાસભ્યો તેમજ વિવિધ પાર્ટીના નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. અરવલ્લી જિલ્લાનાં મુખ્ય મથક મોડાસામાં આદિવાસી સમાજે ધરણાં યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરી હતી.

Modasa
મોડાસા આદિવાસી સમાજ

By

Published : Feb 6, 2020, 7:12 PM IST

મોડાસા/અરવલ્લી: આદિવાસી સમાજે ખોટા પ્રમાણપત્રો અંગેની તેમની લડત તેજ કરી છે. સમાજ દ્વારા ગામડે-ગામડે અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે. જેમાં આદિવાસી સાંસદ, ધારાસભ્યો ,તેમજ વિવિધ પાર્ટીના નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં નેસ વિસ્તારમાં રહેતા હોય તે સિવાયના રબારી ભરવાડની ચારણ જાતિના લોકોને ખોટા પ્રમાણપત્રો રાજ્ય સરકારે આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે ખોટા પ્રમાણપત્રો રદ કરવા અને ખોટા પ્રમાણપત્રો લેનારા તથા આપનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી.

આદિવાસી સમાજે ધરણા યોજી આવેદનપત્ર આપ્યું

ABOUT THE AUTHOR

...view details