ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં ટ્રાફિક પોલીસે નિયમોનું પાલન કરવા વાહનચાલકોને આપી સૂચના - મોડાસા ટ્રાફિક પોલીસ

અરવલ્લી: સમગ્ર રાજ્યમાં 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિકના નિયમો લાગુ થશે. જેથી સ્થાનિકોમાં એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે, ત્યારે અરવલ્લી ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ હાથ ધરીને મોડાસા શહેરના જાહેર સ્થળોએ વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અને સહયોગ આપવા અપીલ કરી હતી.

મોડાસામાં ટ્રાફિક પોલીસે નિયમોનું પાલન કરવા વાહનચાલકોને સૂચના આપી

By

Published : Sep 15, 2019, 11:05 PM IST

મોટર વ્હીકલ એક્ટ અધિનિમની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. ત્યારથી સ્થાનિકોમાં આ નિયમને લઈ એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસને પણ આ નિયમનો કડકાઈથી પાલન કરાવવા માટેનો આદેશ કરાયો છે. જેથી મોડાસા ટ્રાફિક પોલીસ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગ્રૃત કરી રહી છે.

મોડાસામાં ટ્રાફિક પોલીસે નિયમોનું પાલન કરવા વાહનચાલકોને સૂચના આપી

મોડાસા શહેરના વિવિધ સ્થળોએ ટ્રાફિકવાન લઈને ટ્રાફિક પોલીસ માઈક દ્વારા અનાઉસમેન્ટ કરી લોકોને ટ્રાફિક નિયમનની જાણકરી આપે છે. તેમજ લોકોને નિયમનું પાલન કરવા માટે અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details