અરવલ્લીઃ જિલ્લામાં આંતરરાજ્ય સીમા હોવાથી હજુ પણ કેટલાય પરપ્રાંતિય શ્રમિકો પગપાળા વતન તરફ પલાયન કરતા જોવા મળી રહ્યાં છે. સરકાર દ્વારા આ શ્રમિકો માટે ટ્રેનની વ્યવસ્થા કરી છે. તેમ છતાં કોઈ કારણસર હજારો કિલોમીટર પગપાળા વતન તરફ જવા નિકળી પડ્યા છે.
NH-8 પર પરપ્રાંતિય શ્રમિકોએ હોબાળો કરતા ટ્રાફિક જામ - aravalli corona news
અરવલ્લી જિલ્લામાં આંતરરાજ્ય સીમા હોવાથી હજુ પણ કેટલાય પરપ્રાંતિય શ્રમિકો પગપાળા વતન તરફ પલાયન કરતા જોવા મળી રહ્યાં છે. સરકાર દ્વારા આ શ્રમિકો માટે ટ્રેનની વ્યવસ્થા કરી છે. તેમ છતાં કોઈ કારણસર હજારો કિલોમીટર પગપાળા વતન તરફ જવા નિકળી પડ્યા છે.
NH-8 પર પરપ્રાંતિય શ્રમિકોએ હોબાળો કરતા ટ્રાફિક જામ
સાબરકાંઠા જિલ્લામાંથી પ્રવેશ કરતા 300 જેટલા શ્રમિકોને અરવલ્લી પોલીસે નેશનલ હાઇવે નં.8 પર અટકાવતા શ્રમિકોએ હોબાળો કરી ચક્કાજામ કર્યો હતો. બંને જિલ્લાના પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. શ્રમિકોને સમજાવી ટ્રાફિકજામ હળવો કર્યો હતો. સાબરકાંઠા પોલીસ 300 શ્રમિકોને પરત લઈ ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.