અરવલ્લી: આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી જણાવ્યું હતું કે, જિલ્લામાં મંગળવારની સાંજે મોડાસા શહેરમાં એક મહિલાને તથા અમદાવાદના ધોળકાથી અરવલ્લીના માલપુરના પંડ્યાવાસમા રહેવા આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા જિલ્લામાં અત્યાર સુધી 121 કેસ નોંધાયા છે.
આ પૈકી મોડાસાના એક દર્દીની સારવાર પૂર્ણ થતા તેને રજા આપવામાં આવી છે. કુલ 107 લોકોને ઘરે પરત મોકલવામાં આવ્યા છે.
જિલ્લામાં અત્યાર સુધી 7 લોકોના મોત તેમજ 7 દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે નિયત્રિંત વિસ્તારમાં આરોગ્યની ૩ ટીમ દ્વારા 67 ઘરોના 409 લોકોના ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સર્વે દરમિયાન 76 લોકોને શંકાસ્પદ લક્ષણો જણાતા હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. જયારે સમગ્ર જિલ્લાના 898 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે.
મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળના 8 પોઝિટિવ દર્દીઓમાં અમદાવાદ જિલ્લાના બે પોઝિટિવ દર્દીનો પણ સમાવેશ થાય છે. જયારે કોરોના પોઝિ ટિવ એક દર્દીને હિમતનગર સીવીલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા છે.