ગુજરાત

gujarat

ETV Bharat / state

બાળકોને ગમ્મ્ત સાથે ગણિત શિખવવા ટીંટોઇના શિક્ષિકાએ બનાવી ‘ઢીંગલી’

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ટીંટોઇ કલ્સટરના શિક્ષકો દ્વારા પ્રાથમિક શાળાના પટાંગણમાં ગણિત શિખવતી 5 ફૂટ લાંબી ઢીંગલીનું સર્જન કરવામાં આવ્યું છે.

ગમ્મ્ત સાથે ગણીત શિખવવા ટીંટોઇના શિક્ષિકાએ બનાવી “ ઢીંગલી”
ગમ્મ્ત સાથે ગણીત શિખવવા ટીંટોઇના શિક્ષિકાએ બનાવી “ ઢીંગલી”

By

Published : Oct 28, 2020, 9:03 PM IST

  • ટીંટોઇ કલ્સટરના શિક્ષકો દ્વારા ગણિત શિખવતી ઢીંગલીનું સર્જન
  • ગણિત શિખવતી ઢીંગલી દ્વારા ધો. 1થી 8ના મહત્તમ ટોપિક શીખવવામાં આવશે
  • ગમ્મ્ત સાથે ગણિત શીખવવાની અનોખી ટ્રીક

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ કલ્સટરના સી.આર.સી સંજયકુમાર અને પ્રાથમિક શાળા નં-3 ના ગણિતના શિક્ષિકા કિંજલ ચૌધરીના સંયુક્ત પ્રયાસથી શાળા પટાંગણમાં ગણિત શીખવતી પાંચ ફૂટ લાંબી શિખવતી ઢીંગલીનું સર્જન કરવામાં આવ્યું છે. જેથી બાળકો હરતા ફરતા ગણિતના અધ્યયન નિયમિત શીખી શકે છે. જેમાં ધોરણ 1થી 8ના મહત્તમ ટોપિક શીખી શકાશે.


શિક્ષિકા કિંજલ ચૌધરીએ નવતર પ્રયોગ કર્યો

વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચી કેળવવા માટે શિક્ષકો અવનવા પ્રયોગો કરતા હોય છે. જેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસવા ટીંટોઇ કલ્સટરના સી.આર.સી. સંજયકુમાર અને પ્રાથમિક શાળા નં-3ના ગણિત ના શિક્ષિકા કિંજલ ચૌધરીએ નવતર પ્રયોગ કર્યો છે. શાળાના મેદાનમાં ટીચર લર્નિંગ મટિરીયલ અંતર્ગત એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. બાળકોને આર્કષવા માટે આ પ્રોજેક્ટને ઢીંગલીનો આકાર આપ્યો છે. જેથી બાળકો ઢીંગલી પાસે જઇ, જાતે જ ગણીતનું અધ્યયન કરી શકે. આવો જાણીએ શું છે આ ઢીંગલીની વિશેષતા...

ગમ્મ્ત સાથે ગણીત શિખવવા ટીંટોઇના શિક્ષિકાએ બનાવી “ ઢીંગલી”
અનુભવ પરથી ગણિત ઢીંગલી તૈયાર કરીઆ ઢીંગલી કલ્સટરના સી.આર.સી અને શિક્ષિકા એ પોતાની કોઠા સુઝ અને અનુભવ પરથી તૈયાર કરી છે. જે શાળામાં બાળકોને ગમ્મત, પ્રવૃતિ સાથે ક્રિયાત્મક રીતે સ્વઅભ્સાસમાં ઉપયોગી નિવડશે તેવું તેમનું માનવું છે. અઘરો લાગતો ગણિતનો વિષય બની શકે છે રસપ્રદસામાન્ય રીતે વિદ્યાર્થીઓને ગણિત વિષય અઘરો લાગતો હોય છે, પરંતુ આવા પ્રયોગો થકી ગમ્મત સાથે ગણીત શિખવાડવામાં આવે તો ચોક્ક્સ થી બાળકોમાં અભિરૂચી કેળવી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details