- 31 ડીસેમ્બર સંદર્ભે અરવલ્લીની રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- નશો કરનારા યુવાનો સમે કડક કાર્યવાહી કરવામાં આવશે
- શામળાજી રતનપુર બોર્ડર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
અરવલ્લીઃગુજરાતની સરહદી અને રાજસ્થાન બોર્ડર પર આવેલા અરવલ્લીના શામળાજી રતનપુર બોર્ડર પરથી મોટા પાયે દારૂ ગુસાડવામાં આવે છે. તેથી 31 ડિસેમ્બરની ઉજવણીને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન તરફથી નશો કરી આવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
31 ડીસેમ્બર સંદર્ભે અરવલ્લીની રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો અણસોલ પોલીસ ચોકી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ગુજરાતમાં પ્રવેશવા માટે અરવલ્લી જિલ્લામાં શામળાજી અને મેઘરજમાં આંતરાજ્ય બોર્ડર આવેલ છે. વર્ષે દહાડે આ સરહદો પર થી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુસાડવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા બોર્ડર પર પોલીસ ચેક પોસ્ટ નાબુદ કરવામાં આવી છે. પરંતુ 31 ડીસેમ્બરની ઉજવણી માટે બુટલેગરો ગુજરાતમાં દારૂ ગુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે. જેથી દારૂની હેરાફેરી અટકાવવા માટે શામળાજીની અણસોલ પોલીસ ચોકી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બોર્ડર પર તૈનાત પોલીસ કર્મીઓ દ્વારા વાહનોને થોભાવી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લાને તથા રાજસ્થાન જોડતી મેઘરજની ઉંડવા સરહદ પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
31 ડીસેમ્બર સંદર્ભે રતનપુર બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો બુટલેગરો સાથે સંપર્ક ધરાવતા પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ વડાએ કર્યા સસ્પેન્ડ
નોંધનીય છે કે, અરવલ્લી જિલ્લો સરહદી વિસ્તારમાં હોવાથી પોલીસ દ્વારા દારૂ ઝડપવામાં આવે છે. તાજેતરમાં પોલીસ દ્વારા સ્થાનિક દેશી દારૂના અડ્ડાઓ પર રેડી કરી મોટી માત્રામાં દારૂનો નાશ કર્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં જ જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા 4 પોલીસ કર્મીઓને બુટલેગરો સાથે સંપર્ક હોવાના આરોપ પર સસ્પેન્ડ કરવામા આવ્યા હતા.