અરવલ્લીના મોડાસામાં વાવાઝોડા અને વરસાદના કારણે દિવાલ ધરાશાયી, 2 કાર દટાઈ - Gujarati News
અરવલ્લીઃ ગત મોડી રાતે અરવલ્લી જિલ્લામાં મુશળધાર વરસાદ પડતા કેટલાય વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત, મોડાસાના બાલાજી કોમ્પ્લેક્સને અડીને આવેલ સરકારી વિશ્રામ ગૃહની દિવાલ જમીન દોસ્ત થતાં 2 કાર દટાઈ ગઈ હતી.
અરવલ્લીના મોડાસામાં વાવાઝોડા અને વરસાદના કારણે દિવાલ ધરાસાઈ થતા બે કાર દટાઈ
બાલાજી કોમ્પ્લેક્સના રહીશોના જણાવ્યા અનુસાર, દિવાલ જર્જરિત થઈ ગઈ હોવાથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ, તેમની વિનંતીને ધ્યાન પર લેવામાં આવી નથી, જેથી તંત્રની બેદરકારીને કારણે આ ઘટના ઘટી છે.