અરવલ્લીઃ લોકડાઉન લંબાવામાં આવતા અટવાયેલા પરપ્રાંતિય શ્રમિકોની ધીરજ ખૂટી હોય તેવું લાગી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના ભિલોડાના શેલ્ટર હોમમાં શ્રમીકોને છેલ્લા એક માસથી આશરો આપવામાં આવ્યો છે. જો કે, હવે વતન જવાની જીદને લઇ શ્રમીકો અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું.ખીજાયેલા શ્રમીકોએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો.
વતન જવાની જીદ સાથે પોલીસ અને શ્રમીકો વચ્ચે થયું ઘર્ષણ - વતન જવાની જીદ
કોરોનાની મહામારીથી લોકડાઉનમાં ફસાયેલા શ્રમીકોને કંઇ કામ ન મળતા હવે તેઓને વતન જવાની જીદ પકડી છે. સતત ખડે રહી સેવા બજાવતી પોલીસ અને શ્રમિકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું અને પોલીસ પર પથ્થરમારો થયો હતો. જેમાં ત્રણ પોલીસકર્મી અને એક શ્રમિક ઘાયલ થયા છે.
વતન જવાની જીદ સાથે પોલીસ અને શ્રમીકો વચ્ચે સર્જાયુ ઘર્ષણ
આ ઘટનામાં ત્રણ પોલીસકર્મી અને એક શ્રમીક ઘાયલ થયા છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા ઘટના સ્થળ પોલાસનો બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ નિયત્રંણ હેઠળ છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાય દિવસથી આ શ્રમિકો વતન જવાની માગ કરી રહ્યા છે.