- ખેડૂતે આમળાની ખેતી દ્વારા લાખો રૂપિયાની કમાણી કરી
- 16 વર્ષ પહેલા 8 એકરમાં વાવ્યા હતા 1 હજાર છોડ
- 200 ટન આમળાનું ઉત્પાદન થયુ
અરવલ્લીઃ આજથી 16 વર્ષ પહેલા બળવતંભાઇ એ આઠ એકરમાં 1000 આમળાના છોડ વાવ્યા હતા. ફક્ત ત્રણ જ વર્ષમાં જાડ પર ફળ લાગવાના શરૂ થઇ ગયા હતા. શરૂઆતના વર્ષોમાં આમળાનો પ્રતિ કિલોએ 6 રૂપિયા ભાવ મળતા હતો. જે હાલના સમયમાં વધી ને રૂપિયા 26 મળી રહ્યો છે. આ વર્ષે 8 એકરમાં 200 ટન આમળાનું ઉત્પાદન થયુ છે.
આમળાની ખરીદી કરવા માટે કોર્પોરેટ કંપનીઓ કરે છે સંપર્ક
બળવંતભાઇ ગાય આધારિત ઓર્ગેનીક ખેતી કરી રહ્યા છે, તેથી ઉત્પાદનની સામે ખર્ચ નજીવો છે. આમળાની ખરીદી કરવા માટે મોટી કોર્પોરેટ કંપનીઓ બળવંતભાઇનો સંપર્ક કરે છે. એક વર્ષનો કોંટ્રાક્ટ કરી કંપનીઓ આમળાની ખરીદી કરે છે. જોકે, બળવંતભાઇના જણાવ્યા અનુસાર કોંટ્રાક્ટ ફાર્મીંગના એક બાજુ ફાયદા છે, તો બીજી બાજુ ગેર ફાયદા પણ છે.
આમળા ઓર્ગેનિક હોવાથી માંગ વધુ
આમળાનું સેવન સ્થાનિક કક્ષાએ પણ વધ્યુ છે અને આ વાડીના આમળા ઓર્ગેનિક હોવાથી માંગ વધુ છે. અરવલ્લી સિવાયના પણ વેપારીઓ આમળા ખરીદવા બળવંતની વાડીએ આવે છે. ભારત દેશમાં હજુએ ખેડુતો મગફળી, ચણા, કપાસ, બટાકા જેવી પરંપરાંગ ખેતી કરે છે, ત્યારે બંળવતે ઓછા ખર્ચ વધુ નફાવાળી આમળાની ખેતી કરી નવી રાહ ચીંધી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી આમળા અને તેની વિવિધ બનાવટોની માંગ વધી
આમળાના ઝાડ ખડતલ હોય છે તેથી પ્રતિકૂળ હવામાનમાં પણ સરળતાથી ઉગી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આમળા અને તેની વિવિધ બનાવટોની માંગ વધી રહી છે. તેથી હવે ધીમે ધીમે ખેડુતો આમળાના પાક તરફ વળ્યા છે. આ ઉપરાંત આયુર્વેદીક દવા માટે પણ આમળા ઉપયોગમાં લેવામાં આવે છે. આમળામાં ભરપુર માત્રામાં વિટામીન સી હોવાથી કોરોના કાળમાં તેના સેવનથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
અરવલ્લીના ખેડૂતે આમળાની ખેતી કરી વર્ષે કરે છે લાખો રૂપિયાની કમાણી