માઝુમ જળાશયમાંથી 50 ક્યુસેક પાણી છોડતા મોડાસા અને ધનસુરા તાલુકાના કુલ 17 ગામોના ખેડૂતોને પાણીનો લાભ મળશે. તો, મેશ્વો જળાશયમાંથી પાણી છોડતા મોડાસા અને ભિલોડાના 50 ગામનાં ખેડૂતોને પાણીનો સીધો લાભ મળશે.આમ, જિલ્લાના બંને જળાશયમાંથી છોડાયેલા સિંચાઈના પાણીથી અંદાજે 2000 જેટલા ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે.
માઝૂમ અને મેશ્વો જળાશયોમાંથી રવિ સીઝન માટે ત્રીજા તબક્કાનું પાણી છોડાયું - અરવલ્લી ન્યૂઝ
અરવલ્લીઃ રવિ પાકની સિઝન માટે જિલ્લાના માઝૂમ અને મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોમાં આંદનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, સિંચાઈનું પાણી છોડતા ઘઉં તેમજ ચણાના પાકને ફાયદો થશે અને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ થશે.
માઝૂમ અને મેશ્વો જળાશય
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સિઝનનો સારો વરસાદ થવાથી રવિ પાક માટે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ખેડૂતઓએ રાહતનો શ્વાસ લીધો છે. સાથે આ વર્ષે રવિ સિઝનમાં સારો પાક ઉતરશે તેવી આશા વ્યક્ત કરી છે.