- રાંધણ ગેસની અછત સર્જાઇ
- મોડાસાની GIDCમાં આવેલી એજન્સીમાં રાંધણ ગેસની અછત
- ગ્રાહકોને થઇ રહી છે મુશ્કેલી
અરવલ્લીઃકોરોના વાઇરસના કેસમાં વધારો થતાં અરવલ્લી જિલ્લાના મોડાસાને નિયંત્રીત શહેરોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી વેપાર-ધંધા બંધ છે ત્યારે હવે લોકોને રાંધણ ગેસ મેળવવામાં પણ તકલીફ પડી રહી છે. મોડાસાના GIDCમાં HP ગેસની એજન્સીમાં રાંધણ ગેસના બાટલા ન હોવાથી ગ્રાહકોમાં આક્રોષ જોવા મળ્યો હતો. દૂરથી આવતા ગ્રાહકોના જણાવ્યા અનુસાર રાંધણ ગેસનો સ્ટોક ન હોવા છતાં આ અંગે એજન્સી તરફથી કોઇ મેસેજ કે ફોન આવ્યો ન હતો, તેથી તેમને ખોટો ધક્કો પડ્યો હતો. આ ઉપરાંત ગ્રાહકોએ રાંધણ ગેસનું કાળાબજાર થતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચોઃ જામનગરમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડાયો