- અરવલ્લીમાં સૌથી મોટુ કબ્રસ્તાન પીર મખદુમ સાહબ લાહોરી કબ્રસ્તાન છે
- આ કબ્રસ્તાન 20 એકરમાં ફેલાયેલુ છે
- લગભગ 800 થી 900 વર્ષ જુનું
અરવલ્લીઃ જિલ્લામાં કબ્રસ્તાન મુખ્યત્વે મોડાસા, ટીંટોઈ, મેઘરજ અને ભિલોડામાં આવેલા છે. જેમાં સૌથી મોટુ કબ્રસ્તાન પીર મખદુમ સાહબ લાહોરી કબ્રસ્તાન મોડાસામાં છે. જ્યારથી મોડાસા અસ્તિત્વમાં આવ્યુ ત્યારથી આ કબ્રસ્તાન ત્યા જ છે, એટલે કે લગભગ 800થી 900 વર્ષ જુનું છે. આ કબ્રસ્તાન 20 એકરમાં ફેલાયેલુ છે. 13મી સદીમાં પીર મખદુમ શાહ લાહોરી મોડાસામાં આવ્યાં હતા, ત્યારે આ કબ્રસ્તાન અસ્તિત્વ આવ્યું હતું. વર્ષો પહેલા મોડાસા ગામ નાનું હતું ત્યારે ગામના ભાગોળથી લગભગ 1.5 કીલોમીટર જેટલુ દુર હતું, પરંતુ સમય જતા કબ્રસ્તાનની આસપાસ મોટા પ્રમાણમાં માનવ વસાહતોનું નિર્માણ થયુ છે. મોડાસામાં મુસ્લિમ વસ્તી અંદાજે 35000 છે. દર માસે સરેરાસ 50 થી 70 મૃતકોને કબ્રસ્તાનમાં દફન કરવામાં આવે છે. આ પરિસ્થિતિ જોતા આવનાર ઘણા વર્ષો સુધી આ કબ્રસ્તાનમાં જગ્યાની અછત નહી પડે તેવુ ટ્રસ્ટના પ્રમુખનું માનવું છે.
આ પણ વાંચોઃ અમદાવાદના રોજકા ગામના નિવૃત્ત તલાટીએ લૉકડાઉનમાં કબ્રસ્તાનમાં શું કર્યું? જુઓ....
કબ્રસ્તાન પ્રત્યે તંત્રની ઉદાસિનતાને લઈને ટ્રસ્ટીઓમાં નિરાશા
જોકે, કબ્રસ્તાન જાહેર ઉપયોગમાં લેવામાં આવતી વકફની મિલ્કત હોવા છતાં તંત્ર દ્વારા તેના રખરખાવ પ્રત્યે ઉદાસીનતા દાખવામાં આવતી હોવાથી ટ્રસ્ટીઓ નિરાશ થયા છે.