અરવલ્લીગુજરાતના અરવલ્લી જિલ્લામાં એક પોલીસ સ્ટેશનની અંદર મોટર સાઇકલ ચોરીના આરોપીને માર મારવા અને હુમલો કરવા બદલ ચાર વ્યક્તિઓની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.આ ઘટનાના સંદર્ભમાં કેટલાક પોલીસ અધિકારીઓ સામે પણ તપાસના આદેશ આપ્યા હોવાની વાત પણ સામે આવી છે.
આ પણ વાંચો :વડોદરાની SSG હોસ્પિટલના તાત્કાલિક વિભાગ બહાર ખેલાયો લોહિયાળ જંગ
ચોરીના આરોપમાં ધરપકડ :પોલીસ અધિક્ષક સંજય ખરાતે જણાવ્યું કે, 19 ઓગસ્ટના રોજ કથિત રૂપે એક મોટરસાયકલની ચોરી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એક ટોળું તેને સાઠંબા પોલીસ સ્ટેશને લઈ આવ્યું હતું, જ્યારે મોટાભાગના લોકો પાછા ફર્યા હતા. આ બાદ, છ લોકોએ એવું કહ્યું કે, તેઓ આરોપીને ઓળખે છે અને તેને પાણી આપવા જઈએ છીએ. છમાંથી એક દ્વારા ઉતારવામાં આવેલા વીડિયોમાં એક વ્યક્તિ આરોપીને પાણીની ઓફર કરે છે અને પછી તેના કાન મરોડીને તેને થપ્પડ મારતો જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ ભારતીય દંડ સંહિતા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ચાર લોકો સામે સ્વૈચ્છિક રીતે નુકસાન પહોંચાડવા અને ગેરકાયદેસર એસેમ્બલી તેમજ અન્ય ગુનાઓની કલમ મુજબ ધરપકડ કરવામાં આવી છે.