મોડાસા: સોમવારના રોજ ગાયત્રી ચેતના કેન્દ્રની જગ્યામાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મોડાસા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, આ અભિયાનમાં જેમાં દરેક વ્યક્તિ વૃક્ષછોડને પોતાના તરુપુત્ર યા તરુમિત્રનો ભાવનાત્મક સંબંધ બાંધી ઉછેર માટે સતત સક્રિય રહેવાના સંકલ્પ સાથે વાવવામાં આવે છે. હવે વર્ષાઋતુ શરૂ થઇ રહી છે. ત્યારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોડાસા તેમજ આસપાસના 24 ગામમાં 500 વૃક્ષ ઉછેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વડ 30, જામફળ 50, લીમડા 300, જાંબુ 50, પીપળ 60 , મીઠા લીમડા 10 ના રોપાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે ગાયત્રી પરિવાર યુવા સંગઠન-ગુજરાતના સહ સંયોજક કિરીટભાઈ સોનીએ કહ્યું કે, વડોદરા યુથ ગૃપ દ્વારા છેલ્લા 200 રવિવારથી દર રવિવારે યુવાનો વૃક્ષારોપણ અભિયાન ચલાવે છે. અમદાવાદમાં નરોડા વિસ્તાર ગાયત્રી પરિવાર યુવા ટીમ દ્વારા પણ દશ હજાર વૃક્ષો ઉછેર થઈ રહ્યો છે. ગુજરાતભરમાં દરેક જિલ્લામાં પણ આ અભિયાન ચલાવવામાં આવે છે. આ આંદોલન મોડાસા સહિત ગુજરાતભરમાં વધુ તીવ્ર ગતિ લાવવા આયોજન કરવામાં આવ્યું છે.
વૃક્ષોના જતન માટે ગાયત્રી પરિવાર દ્વારા "વૃક્ષ ગંગા અભિયાન" શરૂ કરાયું - Tree Ganga Campaign
પર્યાવરણ સંતુલન અને જીવમાત્રને માટે હમેંશા પોષણ આપતા વૃક્ષોનું જતન ખૂબ જ જરૂરી છે. આ માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા "વૃક્ષ ગંગા અભિયાન" ભારતભરમાં ચલાવવામાં આવી રહ્યું છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પણ વૃક્ષોના વિકાસ અને જતન માટે મોડાસા તેમજ આસપાસના ગામમાં આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.
વૃક્ષોના જતન માટે ગાયત્રી પરિવાર દ્વારા "વૃક્ષ ગંગા અભિયાન" શરૂ કરાયું
આ પ્રસંગે મોડાસા નાગરિક બેંકના પૂર્વ ચેરમેન કમલેશભાઈ પટેલ, અન્નપૂર્ણા ટ્રસ્ટના અગ્રણી દિલિપભાઈ પટેલ તથા ગાયત્રી પરિવારના કિરીટભાઈ સોની, ધર્માભાઈ પટેલ, અરવિંદભાઈ કંસારા, રશ્મિકાંત પંડ્યા, શીવુભાઈ પટેલ, અમૃતભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.