ગુજરાત

gujarat

ETV Bharat / state

બે પુત્રોના ઝઘડામાં માતાનું કરૂણ મૃત્યું - Mother's death

અરવલ્લી જિલ્લાના મેઘરજના ભેમાપુરમાં બે પુત્રોના ઝઘડામાં વચ્ચે પડેલી માતાનું ઇજા થવાથી મૃત્યું થયુ છે. મૃતક મહિલાના માથામાં લાકડી વાગી હતી અને સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયુ છે.

death
બે પુત્રોના ઝઘડામાં માતાનું કરૂણ મૃત્યું

By

Published : Jul 23, 2021, 2:23 PM IST

  • 60 વર્ષીય મોઘીબહેન નામની માતાનું સારવાર દરમિયાન મૃત્યું
  • માતાના માથા અને શરીરે લાકડી ઝીકતા ગંભીર ઇજાગ્રસ્ત
  • સારવાર દરમિયાનમાતાનું મૃત્યું થયું

અરવલ્લી: જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુરમાં બે દિવસ અગાઉ બે સગા ભાઇઓ પ્રતાપ કટારા અને ભરત કટારા ઝઘડો કરી રહ્યા હતા. બન્ને સામ સામે એક બીજા પર લાક્ડી ઝીંકી રહ્યા હતા આ દરમિયાન તેમની માતા બન્ને છોડવા વચ્ચે પડતા તેમના શરીરે લાકડીઓ ઝીંકાતા ગંભીર ઇજાઓ થઇ હતી. 60 વર્ષિય મોધીબહેને તાત્કાલીક સારવાર માટે ખાસેડાયા હતા. જોકે ગરૂવારે સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું હતું.

બે પુત્રોના ઝઘડામાં માતાનું કરૂણ મૃત્યું

આ પણ વાંચો :ડ્યુટી ફર્સ્ટ: માતાનું મૃત્યુ છતા 'કોરોના વોરિયર' મહિલા હેલ્થ વર્કર ફરજ પર હાજર થયા

આ અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત દેહ ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો . આ મામલે મૃતકના ભાઇએ પોતાના ભાણીયાઓ વિરૂદ્વ ફરીયાદ નોંધાવી છે. પોલીસ ફરીયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details