અરવલ્લી: જિલ્લાના મોડાસામાં સંક્રમણ અટકાવવા નગરને 4 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ મોડાસામાં કેસ નોંધાયા છે. મોડાસામાં અત્યાર સુધી 114 દર્દીઓ તેમજ અરવલ્લીમાં 249 દર્દીઓ નોંધાયા છે. છેલ્લાં 5 દિવસમાં 6 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મોડાસા નગરમાં કોરોનાના વધતા કેસને પગલે પિંક, યલો, ગ્રીન અને બ્લુ એમ 4 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.
જિલ્લા અરોગ્ય તંત્ર દ્વારા ઝોન વાઈઝ સુપરવાઈઝર અને નોડલ ઓફિસર નિયુક્ત કરી 25 ટિમો બનાવી સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરમાં 64 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
મોડાસામાં કોરોના સંક્રમણ અટકાવવા નગરને 4 ઝોનમાં વહેંચવામાં આવ્યું - મોડાસા કોરોના ન્યુઝ
અરવલ્લી જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે મોડાસા નગરમાં કોરોનાના વધતા કેસને પગલે મોડાસા નગરને પિંક, યલો, ગ્રીન અને બ્લુ એમ 4 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે.
![મોડાસામાં કોરોના સંક્રમણ અટકાવવા નગરને 4 ઝોનમાં વહેંચવામાં આવ્યું મોડાસામાં સંક્રમણ અટકાવવા નગરને 4 ઝોનમાં વહેંચવામાં આવ્યુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:59:26:1593955766-gj-arl-03-covid-zone-photo1-gj10013jpeg-05072020185550-0507f-1593955550-334.jpeg)
મોડાસામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા પિંક ઝોનમાં રામપાર્ક, રસુલાબાદ, એલો ઝોનમાં કસ્બા, ચાંદટેકરી વિસ્તાર, ગ્રીન ઝોનમાં સર્વોદય નગર, રત્નદીપ સોસાયટી વિસ્તાર, ખાલીકપુર, ગણેશપુર, સાયરાના શહેરને અડીને આવેલા રહેણાંક સોસાયટી વિસ્તારો અને બ્લુ ઝોનમાં મોડાસા બજાર અને ડીપ વિસ્તારનો સમાવેશ કર્યો છે .
મોડાસા નગરના ચાંદ ટેકરી વિસ્તારમાં ખાસ ઓ.પી.ડી તેમજ સઘન સર્વેની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે. સર્વે દરમિયાન 3400 લોકોનું સર્વે કરવામાં આવ્યુ હતું ત્યારબાદ 33 લોકોને સંકાસ્પદ દર્દી તરીકે નોંધણી કરવામાં આવી હતી અને 18 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. OPDના 291 વ્યક્તિઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી.