અરવલ્લી: જિલ્લાની એકમાત્ર એવી સંસ્થા છે કે, જ્યાં બાળકો ભલે કંઈ બોલી કે સાંભળી શકતા નથી, પણ તેઓની અદભૂત કુદરતી સ્મરણ શક્તિના કારણે તેઓ ખૂબ હોશિયાર છે. જેથી અહીંના બાળકો અભ્યાસમાં પણ સારું પ્રદર્શન કરી શકે છે.
મોડાસાની દિવ્યાંગ શાળામાં ગોલ્ડન જુબલીની ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન - અરવલ્લી
મોડાસાની દિવ્યાંગ સ્કૂલને 50 વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જુબલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોને સન્માન સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
![મોડાસાની દિવ્યાંગ શાળામાં ગોલ્ડન જુબલીની ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન બહેરા મુંગા શાળાનાં વિદ્યાર્થીઓને ઉતકૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6326876-585-6326876-1583565228251.jpg)
બહેરા મુંગા શાળાનાં વિદ્યાર્થીઓને ઉતકૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરાયા
મોડાસાની દિવ્યાંગ શાળામાં ગોલ્ડન જુબલીની ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
અહીં ચાલતી એકમાત્ર દિવ્યાંગ શાળાના વિદ્યાર્થીઓ માટે ખાસ આઈ.ટી.આઈ. પણ શરૂ કરવામાં આવી છે. જેથી બાળકોને રોજગારીની તકો ઉભી થાય. આવી સામાજિક સંસ્થા અને લાયન્સ કલબ દ્વારા સંચાલિત દિવ્યાંગ શાળામાં સારું પ્રદર્શન કરનાર 65 જેટલા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યાં હતાં. આવા બાળકોને તૈયાર કરનાર બે શિક્ષિકાઓને પણ સન્માન કરવામાં આવ્યું હતું.