અરવલ્લીઃ કોવિડ-19થી જ્યારે આખું વિશ્વ પોતાના ઘરમાં બંધ છે, ત્યારે આધુનિક વિજ્ઞાનની સહાયતા સાથે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ,હરિદ્વારના તત્વાવધાનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા સાથે જોડાયેલા સેંકડો કાર્યકર્તાઓનો આદ્યાત્મિક વેબિનાર સંપન્ન થયો હતો. વેબિનારનું આયોજન રવિવારના રોજ શાંતિકુંજ, હરિદ્વારના યુવા પ્રકોષ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયત્રી પરિવાર, મોડાસાના સેંકડો કાર્યકર્તાઓ સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા ગુરુધામ શાંતિકુંજ સાથે જોડાયા હતા.
સંચાલન કર્તા યુવા પ્રકોષ્ટના રાષ્ટ્રીય પ્રભારી કેદારપ્રસાદ દુબેએ જણાવ્યુ હતું કે, કોરોનાને લઈ આખું વિશ્વ ભયના માહોલ વચ્ચે જીવી રહ્યું છે, ત્યારે ગાયત્રી પરિવાર આ કોરોના કાળને પણ સકારાત્મક ચિંતન સાથે વિધેયાત્મક કાર્યોમાં જોડાયેલા છે. એમણે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીને યાદ કર્તા જણાવ્યું હતું કે, પરિવર્તન હમેશા કષ્ટકારી હોય છે, પરંતુ અંતે તો એ સારા પરિણામો આપીને જાય છે. એમણે કહ્યું કે પ.પૂ.ગુરુદેવ યુગદ્રષ્ટા હતા. જેમણે વર્ષો પહેલાં 80ના દાયકામાંઆ ભવિષ્યવાણી કરી હતી કે, પ્રકૃતિ પરિવર્તન કરીને જ રહેશે.