ભિલોડા શહેરની સંસ્કાર સોસાયટીમાં રહેતી બે મહિલાઓ રાત્રે તેમના ઘરમાં સુઇ રહી હતી. તે દરમિયાન મોડીરાત્રે 4 તસ્કરોએ દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશી આશા કુમારી અને ગીતાબેનના ગળાના ભાગે ચપ્પુ મુકી જાનથી મારી દેવાની ધમકી આપી હતી. ઘરમાં લોખંડની પેટી અને ડબ્બામાં મુકેલા 50 હજાર રોકડા અને સોનાચાંદીના દાગીના તેમજ મહિલાઓના બે મોબાઈલ મળી કુલ રૂ1.16 લાખની લૂંટ ચલાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
ભિલોડામાં તસ્કરો 1.16 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર - Bhiloda Police Station
અરવલ્લી: ભિલોડામાં આવેલી સંસ્કાર સોસાયટીમાં તસ્કરો ઘુસી ગયા હતા. જ્યાં નિંદ્રામાં રહેલી મહિલાના ગળે ચપ્પુ રાખી 1.16 લાખ રૂપિયાના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.
etv bharat arvali
ચોરની ધાકધમકીથી ગભરાઇ ગયેલી મહિલાઓએ ભિલોડા પોલીસનો સંપર્ક કર્યો હતો . ભિલોડા પોલીસે આશાકુમારી રાધેશ્યામ શર્માની ફરિયાદના આધારે અજાણ્યા ચોર વિરુદ્ધ ઇપીકો કલમ-379(એ)(3) ,449,114 તથા જીપીએકટ 135 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.