ગુજરાત

gujarat

ETV Bharat / state

બટાકાના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી - Potato prices

અરવલ્લી પંથકમાં ખેડૂતોએ બટાકાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું પણ સિઝનમાં ભાવ ઓછા હોવાના કારણે 70 ટકા ખેડૂતોએ બટાકાને કોલ્ડ સ્ટોરેજમાં મુક્યા હતા પણ હાલમાં પણ બટાકાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

bataka
બટાકાના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી

By

Published : Aug 28, 2021, 1:14 PM IST

  • મોંઘુ બિયારણ લાવી વાવેતર કર્યું હતું
  • 70 ટકા ખેડૂતોએ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુક્યા હતા
  • વેપારીઓને પણ કરોડોનું નુકશાન

અરવલ્લી: જિલ્લામાં ખેડૂતોના છૂટકે ઓછા ભાવે બટાકા વેચવા મજબૂર બન્યા છે. ચાલુ વર્ષની સિઝનની શરૂઆતથી જ બટાકાના ભાવ ઓછા હતા જેથી પોષણક્ષમ ભાવની આશાએ ખેડૂતોએ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુક્યા હતા. જોકે હવે જે ભાવ શરૂઆતમાં હતા તેના કરતાં પણ 30 થી 40 ટકા ભાવમાં બટાકા વેચાઇ રહ્યા છે.

મોટા પ્રમાણમાં પાક તૈયાર થયો

અરવલ્લીમાં ખેડૂતોએ સારા ભાવની આશાએ 2200 થી 2300 રૂપિયા મણના ભાવનું બિયારણ લાવી બટાકાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું . જેથી બમ્પર પાક થયા હતા પણ બટકાના ભાવ ગગડ્યા હતા. ભાવ ઓછા હોવાના પગલે 70 ટકા ખેડૂતોએ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુક્યા હતા. હવે દક્ષિણ ભારત અને પંજાબમાં નવી સિઝનમાં બટાકાની આવક શરૂ થવા જઈ રહી છે અને કોલ્ડ સ્ટોરેજ માં મુકેલ બટાકાના ભાવ અડધા થઇ ગયા છે તેથી ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.

બટાકાના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી

આ પણ વાંચ : Tokyo 2020 Paralympics: ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર, ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ

વેફર માટે ના બટાકાની માગ પણ સાવ ઓછી

તેલના ભાવ આસમાને હોવાથી , વેફર માટેના બટાકાની માગ પણ સાવ ઓછી છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વેફર બનાવતી કંપનીઓએ પણ સ્ટોક કરેલ બટાકા ઓછા ભાવે વેચી રહી છે.ગત વર્ષે બટાકાનો ભાવ રૂપિયા. 200 થી લઈને 250 હતો જ્યારે હાલમાં ભાવ રૂપિયા. 60 થી 80 છે.

આ પણ વાંચ : પાટણમાં રાંધણ છઠે શાકભાજીના ભાવમાં ઉછાળો

ABOUT THE AUTHOR

...view details